Saturday, 8 October 2022

BOOK REVIEW : DON'T WORRY BE HAPPY

Hello friends!!

ઘણા સમય બાદ એક બુક રિવ્યૂ લખવાની ઈચ્છા થઇ છે જે બુક નું નામ છે Don't worry be happy જીતો દુનિયા તમારા અભિગમ થી..... લેખક : મુનિ પુણ્યનિધાન વિજય 


આ બુક માં સરસ મજાનું લખિયું છે કે.....


"कांटो पर चलने वाला व्यक्ति

अपनी मंजिल पर जल्दी

पहुँच जाता है......।

क्योकि

कांटे कदमो की

रफ्तार बढा देते है!!"


આ બુક માં બુક નું ટાઇટલ જોઈ ને જ ખ્યાલ આવી જાય કે બુક માં કેટલું શીખવા જેવું છે. અમુક લેખ દ્વારા લેખક સમજાવે છે કે game તેવી પરિસ્થિતિ આવે દુઃખી ન થવું જોઈએ આપણે એનો રસ્તો જાતે જ શોધી કાઢવો જોઈએ.


પદ્મ શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ કહે છે કે..



"જેણે સપનાં વાવ્યાં

એને તો ભઈ, આ દુનિયાએ

ખરાખરીના તાવ્યાં."


જીવન વ્યવહાર માં ઉપયોગી એવી ઘણી બાબત આમાંથી શીખવા મળે છે. આ પુસ્તકની આલેખનશૈલી સરળ, પ્રવાહી અને વાચક ને સ્પર્શી જાય તેવી છે.


આ બુક માં કુલ 27 વિભાગ છે


દુઃખ નું દર્પણ - Mirror of unhappiness

સ્વીકાર - Accept

સહન કરવું - bearing

સકારાત્મક ગણતરી – count pisitive

બદલવું - Divert

ઊઠવું - Emerge

શ્રદ્ધા - Faith

સારા વિચાર - Good think

 આશા - Hope

 અર્થઘટન – Interpretation

કુદવું – Jumping

 લડતા રહો – keep Up Fight

શીખવું – Learning

મનશક્તિ – Mind Power

સ્વભાવ – Nature

વિકલ્પ – Option

પીડા - pain

ગુણવત્તા – Quality

પ્રતિક્રિયા – Response

સ્થિરતા – Stability

અસ્થાયી - Temporary

તાળું ખોલવું – Unlock

દ્રષ્ટિ - Vision

ઉપાસના - worship

એક્સ -રે - X-Ray

ઊપજ - Yield

ઉત્સાહ - Zeal


દુઃખ માં વ્યક્તિ ની મન :સ્થિતિ ન બગડે એના માટે ચાર ખૂણા ડોટ ટુ ડોટ ટચ રાખવા પડે. 1) શરીર 2) સંયોગો 3) સંપત્તિ 4) સંબંધો.


દુઃખ નો સ્વીકાર કઈ રીતે આસાન બને એના માટે ચાર દ્રષ્ટિકોણ દ્વારા જીવન માં કઈ રીતે મુશ્કેલી દૂર થઇ તો એના સૌ પ્રથમ દુઃખ ની અલ્પતાનો વિચાર, અધિકતા નો વિચાર, અસ્થિરતા નો વિચાર, અસમયતાનો વિચાર કરવો જોઈએ.


ત્યાર બાદ આપણે જોઈએ તો સહન કરતા શીખવું જોઈએ એ બાબત આ બુક માંથી શીખવા મળે છે. દુઃખ સહન કરવાથી વ્યક્તિ નું ઘડતર થાય છે, વ્યક્તિ નો વિકાસ થાય છે, વ્યક્તિ ને સહન કરવાની તાલીમ મળે વગેરે શીખવા મળે છે.


જયારે આપણે દુઃખ ના ભાગીદાર બનીયે છીએ ત્યારે ત્રણ કારણ મહત્વ ના છે જેના થાકી આપણે નિરાશ થઈએ છીએ.

1) Who? કોણ? ( કોણ દુઃખી કરે છે)

2)Why? કેમ? ( દુઃખ મને જ કેમ?)

3) What? શું? (દુઃખ શું છે)


આ ત્રણ તબક્કા માંથી માણસ પાર પડી જાય તો માણસ ક્યારેય તેના જીવન માં નિરાશ થતો નથી. સાથે સમય સાથે બદલતા રહીયે એ શીખવા મળે છે. માણસ જીવન માં બને તો માણસ લગભગ દુઃખની અનુભૂયી વધારે કરે છે એના મુખ્ય કારણો નિક્રિયતા, નિર્બળતા, નિષ્ફળતા છે.


ભગવાન પર શ્રદ્ધા રાખી સારા વિચારો ને ગ્રહણ કરી ખરાબ વિચારો થી મુક્ત થવું એ બાબત જીવન માં યાદ રાખવા જેવી છે. માણસ ને આગળ વધવા માટે HOPE એટલે કે H- Hold, O- on, P- Pain, E- Ends. આનો મતલબ એ છે કે પીડા ને પકડી રાખો અને મુશ્કેલી માંથી કેવી રીતે બહાર આવવું એના રસ્તા જાતે જ કરી લ્યો. આપણી અર્થઘટન અને વડીલો ના અર્થઘટન ને ધ્યાન માં લઇ પ્રોબ્લેમ સોલ્વ કરો.


ક્યારેક ક્યારેક વ્યક્તિ ને કોઈ હર્ટ કરી જાય ત્યારે વ્યક્તિનું ત્રણ પ્રકાર નું રિએકશન હોઈ છે ફરિયાદ, નિંદા, બદલવું.... આ ત્રણ સ્ટેપ માંથી આપણે Change એટલે કે આપણી જાત ને બદલવાની કોશિશ કરવાની એ વાત  બુક માં જણાવવામાં આવી છે. 


બુક માં એક વાત ખુબ સરસ હતી  keep up fight- લડતા રહો. હંમેશા યાદ રાખવું જોઈએ Never give up and keep up fight. તમારો જે સ્વપ્નું હોઈ એ સાકાર કરવા માટે અથડામણ મહેનત કરતા રહો.


Mind power એટકે કે મનશક્તિ ને મજબૂત બનાવો એના માટે એક કહેવત છે આપણા મનમાં એ ચોક્કસ યાદ રાખો 'મન હોઈ તો માળવે જવાય ' ઈચ્છા, આશા, ધ્યેય, શારીરિક શક્તિ બધું જ જરૂરી છે. કહેવાય છે કે 'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી! માટે મન થી મજબૂત બનવું જોઈએ.


છેલ્લે બસ એટલું જ કે રિસ્પોન્સ અને રીએક્ટ માં જીવનમાં જયારે કોઈ પરિસ્થિતિ વિપરીત ચાલે, કોઈ વ્યક્તિ વિપરીત ચાલે અથવા કોઈ વસ્તુ આપણાથી વિપરીત મળે ત્યારે ક્યાં અર્થને કયા શબ્દને જીવનમાં યથાર્થ કરવો તે કાળા શીખવા જેવી છે. જેણે આપણે Art of Response કહીયે છીએ અને એના દ્વારા વ્યક્તિ બધું દુઃખ અને પીડા દૂર કરી શકે છે.

બુક માં એક વાત ખુબ સરસ હતી  keep up fight- લડતા રહો. હંમેશા યાદ રાખવું જોઈએ Never give up and keep up fight. તમારો જે સ્વપ્નું હોઈ એ સાકાર કરવા માટે અથડામણ મહેનત કરતા રહો.


છ ચાવી આપણે જોઈએ તો....

1 ) Uniqueness the get in problem

2) Nothing problem in Life

3) Laughing in any Problem

4) Observation of solution in problem

5) Cope up in problem

6) Keep me in problem



Thank you... ☺️